અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ફોટો જોતી વખતે ભાઈ-ભાભી ભોગીલાલ પરમાર અને તેમનાં પત્ની હંસાબહેનનું પણ તેમાં મૃત્યુ થયું હોવાની જાણ થતાં ગોમતીબહેનનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પાટડીના વઘાડા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યનાં મૃત્યુથી શોક છવાયો છે. લાંભા ગામે ભાઈના ઘરે રહેતાં ગોમતીબહેન પરમાર (ઉ.65)એ મોબાઇલમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના ફોટો જોયા હતા. આ સમયે તેમને હાર્ટએટેક આવ્યો હતોે. શનિવારે વઘાડા ગામે ગોમતીબહેનની અંતિમવિધિ કરાઈ હતી. દરમિયાન ભોગીલાલભાઈનો દીકરો લંડનથી રાત્રે બે વાગ્યે લાંભા ગામે પહોંચ્યો હતો.