રૂ. 2700 કરોડની છેતરપિંડી મુદ્દે 3 રાજ્યનાં 24 સ્થળે ઈડીના દરોડા

Wednesday 18th June 2025 06:25 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના 24 સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા. નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ સંબંધિત રૂ. 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરાઈ હતી. આરોપ છે કે કંપનીએ ધોલેરામાં પ્લોટ, સસ્તાં મકાન આપવા વચન આપીને 62 હજાર લોકો સાથે છેતરપિંડી કરી હતી. કંપનીના બંને પ્રમોટરે લોકોને 14 મહિનામાં રોકાણ બમણું થવાનો દાવો કર્યો હતો. આ કેસમાં રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુંઝુનુ, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી..


comments powered by Disqus