આયુષ્યમાન યોજનાઃ રૂ. 31.85 કરોડનાં ખોટાં બિલ મુકાયાં

Wednesday 19th February 2025 04:44 EST
 
 

અમદાવાદઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ રૂ. 31.58 કરોડનાં ખોટાં બિલ રજૂ કર્યાં હતાં. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ આયુષ્મમાન યોજનામાં ગેરરીતિના કારણે આ ખાનગી હોસ્પિટલના ક્લેઇમ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં 14 જાન્યુઆરી 2025ની સ્થિતિએ ખાનગી હોસ્પિટલોના કુલ રૂ. 562 કરોડના 2.7 લાખ ક્લેઇમ રિજેક્ટ થયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ રૂ. 139 કરોડ, છત્તીસગઢ-મધ્યપ્રદેશમાં રૂ. 120 કરોડના ક્લેઇમ રદ કરાયા હતા. આ યોજનામાં ગેરરીતિ બદલ દેશમાં 1,114 હોસ્પિટલને યોજનાથી હટાવી દેવાઈ છે. ગુજરાતની 71 સહિત દેશની 571 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. યોજનામાં ગેરરીતિ અને દુરુપયોગને પારખવા માટે નેશનલ એન્ટિ ફોડયુનિટ દ્વારા રૂલ બેઝઝ્ડ ટ્રિગર, મશીન લર્નિંગ અલ્ગોરિધમ, ઇમેજ ક્લાસિફિકેશન વગેરે જેવી 57 અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે.


comments powered by Disqus