જંબુસરઃ ભારતના ત્રણ યુવાનોના કેનેડાના બ્રેમ્પ્ટન સિટીમાં માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ત્રણેય યુવકો ઓન્ટારિયોથી કારમાં બેસીને રાત્રે નોકરી જવા માટે નીકળ્યા હતા, ત્યારે ટ્રક સાથે અકસ્માતમાં ત્રણેયનાં મોત થયાં હતાં. કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયેલાં મોતમાં આમોદના કાલિકા માતાજીના મંદિર પાસે રહેતા રોહિતભાઈ લિંબચિયાના પુત્ર ઋષભ લિંબચિયાનું મોત થયું હતું. અકસ્માતમાં ઋષભ ઉપરાંત પંજાબ અને અમદાવાદના યુવકોનો પણ સમાવેશ થાય છે. રોહિતભાઈ લિંબચિયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ કેનેડામાં અભ્યાસની સાથે હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો. એકના એક પુત્રનું મોત થતાં માતા-પિતાને ભારે આઘાત લાગ્યો હતો. વિદેશ મંત્રાલયે ઝડપથી મૃતદેહ ઝડપથી વતન પહોંચે તેના પ્રયાસ હાથ ધર્યા હતા.