અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની બોલાવાયેલી અર્જન્ટ બેઠકમાં ચીફ જસ્ટિસ વિરુદ્ધ વિરોધની સાથે તેમના તાબાના જજીસ સાથે ગેરવાજબી વર્તનને લઈ દુઃખ વ્યક્ત કરાયું હતું. રોષે ભરાયેલા વકીલોનાં મંતવ્યો અને અભિપ્રાયો જાણ્યા બાદ આખરે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની અન્યત્ર ટ્રાન્સફર કરવાની ઉગ્ર માગણી કરવામાં આવી હતી અને આ મુદ્દે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવાનું ઠરાવાયું હતું. એસોસિયેશન દ્વારા આ સમગ્ર મામલે વિધિવત્ ઠરાવ પણ પસાર કરાયો હતો.