અમદાવાદઃ પ્રવર્તન નિદેશાલય (ઇડી), અમદાવાદે બિટ કનેક્ટ ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ (PMLA) જોગવાઈઓ હેઠળ અંદાજે રૂ. 1646 કરોડની ક્રિપ્ટો કરન્સી, રૂ. 13.50 લાખ રોકડા, એક વૈભવી કાર અને ડિજિટલ દસ્તાવેજ જપ્ત કર્યાં છે. ભારતની કોઈપણ એજન્સી દ્વારા એક જ દિવસમાં જપ્ત કરાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. રૂ.2080 કરોડના મલ્ટિનેશનલ ક્રિપ્ટો કરન્સી કૌભાંડની તપાસ દરમિયાન આ મામલો સામે આવ્યો હતો. ગુજરાતના આરોપી સતિષ કુંભાણીને ત્યાં પડાયેલા દરોડામાં આ કૌભાંડ ઝડપાયું હતું. બિટકનેક્ટના ફાઉન્ડરે એક અસંગઠિત સંસ્થાની સ્થાપના કરી પ્રમોટરોનું વિશ્વવ્યાપી નેટવર્ક ઊભું કર્યું હતું. જેમાં રોકાણકારોને રોકડ અને બિટકોઇનના રૂપમાં રોકાણ જમા કરવા પ્રેરિત કર્યા હતા.