મુંદ્રાઃ પ્રયાગરાજમાં ત્રિવેણીસંગમ ગંગાકિનારે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે સેક્ટર નંબર-6માં કચ્છના સંતનો અખાડા-કેમ્પ છે, જેમાં કચ્છી નાગાબાવા મહંત ચતુરાનંદગિરિજી મહારાજ ટાટમબરી અને દિગંબર પ્રભાતગિરિજી મહારાજ મહાકુંભમાં ધુણા સાથે તંબુ બનાવી તપશ્ચર્યા કરી રહ્યા છે.
તેઓની સાથે કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના 500થી વધુ ભક્તોએ શાહીસ્નાનનો લાભ લીધો હતો. ચતુરાનંદગિરિજીએ સચિવ મહંત શંકરાનંદ સરસ્વતી, સચિવ ગંગાગિરિ સાથે અને ભૈરવગિરિજી સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં તેમના ગુરુ બ્રહ્મલીન મહંત કલ્યાણગિરિજીના નામે શ્રીપંચાયતી તપોનિધિ આનંદ અખાડા અને શ્રીપંચાયતી તપોનિધિ નિરંજની અખાડામાં સમષ્ટિ ભંડારો કરાવ્યો હતો, જેમાં વ્યવસ્થાપક દિગંબર પ્રભાતગિરિજી મહારાજ તેમજ પારસગિરિજી માતાજી અને મહંત હરિહરેશ્વરગિરિજી મહારાજ સાથે રહ્યા હતા.