રાજકોટઃ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો છૂપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતાં ખળભળાટ મચ્યો છે. આ વીડિયો મેળવનારે યુટ્યૂબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં યુટ્યૂબ પર 7 વીડિયો પોસ્ટ કરાયા હતા. તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મૂકી હતી. ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના 30 વીડિયો પોસ્ટ કરાયા હતા.
એટલું જ નહીં આ વીડિયો ડાઉનલૉડ કરવા માટે રૂ. 8થી 10 હજારની કિંમત નક્કી કરાઈ હતી. 5 લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના નિહાળ્યા હતા. મહિલાઓની આબરૂની ધજાગરા ઉડાડતી આ ઘટનામાં અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે.