અમદાવાદઃ શહેરના ચંડોળા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પરત પોતાના દેશ મોકલવા માટે ભારતની તમામ એજન્સી કામ કરી રહી હતી. એમાં પણ ખાસ કરીને હવે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા થોડા સમય પહેલાં કરવામાં આવેલા ઓપરેશનમાં 50 બાંગ્લાદેશી નાગરિકો અને બે બાળકો સાથે કુલ 52 લોકોને ડિટેઇન કરાયાં હતાં. આ તમામ લોકો ભારતીય પુરાવા સાથે અહીં રહેતા હતા અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ સાથે શારીરિક શોષણ થતું હતું.
12 ફેબ્રુઆરીએ ચંડોળામાં રહેતા આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ પૈકી એક સગીર સહિત 16ને ડિપોર્ટ કરાયા, જ્યારે અન્ય 35ને પણ આ માસના અંતમાં બાંગ્લાદેશ પરત મોકલી દેવાશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે X પોસ્ટ કરીને માહિતી આપી હતી.