ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ અને સેવનથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ પ્રકારના આક્ષેપો સાથે વડોદરા NSUI દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કરાયો હતો અને ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટિંગાટોળી સાથે 10 જેટલા એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત કરી હતી.