મોરબીઃ 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ગોઝારી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી એવા ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને મોરબી કોર્ટે રાહત આપી છે. લાંબા સમય સુધી જેલવાસ ભોગવ્યા બાદ જામીન મુક્ત થયેલા જયસુખને અગાઉ મોરબી જિલ્લામાં પ્રવેશવાની મનાઈ હતી, જેમાં કોર્ટે રાહત આપી મોરબીમાં પ્રવેશવાની છૂટ આપી છે. 30 ઓક્ટોબર 2022એના રોજ ગોઝારી દુર્ઘટનામાં મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 135 નિર્દોષ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.