દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજમાં મેડિકલ સાધન ખરીદીમાં ગેરરીતિની શંકા

Wednesday 19th March 2025 05:52 EDT
 
 

વાપીઃ દાદરા નગર હવેલીના સાયલી ખાતે તાજેતરમા વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયેલી નમો મેડિકલ કોલેજમાં મેડિકલ સાધનોની ખરીદીમાં ગેરરીતિ આચરાઈ હોવાનું બહાર આવ્યું છે. પીડબલ્યુડી વિભાગના પ્રોજેક્ટ સેલ ડિવિઝન દ્વારા 4 મહિનામાં બે વખત બહાર પાડેલા ટેન્ડરની નિર્ધારિત રકમ રૂ. 70.37 કરોડમાં 20 ટકાનો વધારો કરી રૂ. 84.38 કરોડનું ટેન્ડર ફાળવી દેવાયું છે. ટેન્ડર મેળવનારી કંપનીએ બંને ટેન્ડરમાં અપલોડ કરેલા સીએ સર્ટિફિકેટમાં ટર્નઓવરની રકમ અલગ-અલગ દર્શાવી હોવા છતાં તેને ક્વોલિફાઇ કરી દેવાઈ છે.
આ હોસ્પિટલમાં અત્યાધુનિક મેડિકલ સાધનો વસાવાયાં છે, જેની ખરીદીમાં ગેરરીતિ આચરાઈ હોવાનું બહાર આવ્યું છે. પીડબલ્યુડી વિભાગના પ્રોજેક્ટ સેલ ડિવિઝન દ્વારા મેડિકલ સાધનોની ખરીદી માટે રૂ. 70.37 કરોડ (જીએસટી સાથે)નું ટેન્ડર બહાર પડાયું હતું, જેમાં ટેન્ડર બીડ કરનારી કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 35.18 કરોડનું હોવાની શરત રખાઈ હતી.


comments powered by Disqus