સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધુળેટીના ફૂલદોલોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. આ પ્રસંગે લાખો ભાવિકો ઊમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં બે દિવસ હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ જોવા મળી હતી.