દ્વારકા શંકરાચાર્યએ ઝારખંડના 200 આદિવાસીઓની ધર્મવાપસી કરાવી

Wednesday 19th March 2025 05:53 EDT
 
 

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.
દ્વારકા શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજનાં સાંનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના પરાલીપોસ ગામે આયોજિત પદમી નિઃશુલ્ક ચિકિત્સા શિબિરમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત આદિવાસી જનજાતિ સમુદાયના 68 પરિવારના 200 લોકોએ સ્વધર્મમાં વાપસી કરી હતી.
આ આદિવાસી લોકોએ અમુક સંજોગોમાં ભૂલથી ભટકી જઈ ધર્માંતરણના કુચક્રમાં ફસાઈ સનાતન ધર્મનો ત્યાગ કરી દીધો હતો. તે લોકોએ પુનઃ શંકરાચાર્ય મહારાજના હાથે ગંગાજળનું પાન કરી શ્રીરામ નામનું વાંચન કરી પુનઃ સનાતનધર્મમાં વાપસી કરી હતી. આ પ્રસંગે શંકરાચાર્ય મહારાજે સનાતન ધર્મનું મહત્ત્વ સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દ્વારકા શારદામઠના શંકરાચાર્ય ઘણાં વર્ષથી ધર્માંતરણ કરેલા પૂર્વ સનાતનધર્મીઓને પુનઃ મૂળ ધર્મમાં લાવવાનું ભગીરથ કાર્ય ચલાવી રહ્યા છે.


comments powered by Disqus