ન્યૂ યોર્ક કોર્ટે મોકલેલું સમન્સ અદાણીના અમદાવાદ નિવાસસ્થાને પહોંચશે

Wednesday 19th March 2025 05:54 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. અમેરિકા તરફથી આ મામલામાં તપાસ માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગવામાં આવી હતી. સાથે જ અદાણીને લઈને સમન્સ નોટિસ મોકલાઈ હતી. હાલ આ સમન્સ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટને મોકલવામાં આવ્યું છે અને તેને અમદાવાદ સ્થિત અદાણીના નિવાસસ્થાને પહોંચાડવામાં આવે તેમ કોર્ટને જણાવાયું છે.
આ પહેલાં ગૌતમ અદાણી સામે સમન્સ કાઢવામાં આવ્યાં હતાં તેને અદાણી સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમેરિકન એક્સચેન્જ કમિશને કહ્યું હતું. હેગ કન્વેન્શન હેઠળ આ મદદ માગવામાં આવી હતી, 1965ના હેગ કન્વેન્શન કોઈપણ દેશના નાગરિક સામે વિદેશમાં કોઈ કેસ ચાલતો હોય તો તેના દસ્તાવેજોને તેના સુધી પહોંચાડવામાં જે-તે દેશ નાગરિકના દેશ પાસેથી મદદ લઈ શકે છે. આ કન્વેન્શનના ભાગરૂપે અમેરિકાથી આ સમન્સ ભારત આવ્યાં હતાં.


comments powered by Disqus