ભુજઃ પિતા સ્વ. કરસનભાઈ મુરજી કેરાઈ અને માતાજી સ્વ. કુંવરબહેન કેરાઈના આત્મશ્રેયાર્થે માધાપરના વતની અને હાલ યુકે નિવાસી સવિતાબહેન શિવજી પિંડોરિયા, વાલજીભાઈ કરસન કેરાઈ, મંજુબહેન તેમજ કેનેડા નિવાસી પ્રેમજીભાઈ કરસન કેરાઈ પરિવાર તરફથી માધાપરની લાયન્સ હોસ્પિટલમાં આંખના ફ્રી મેગા ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ પહેલાં 200 નંબરના કેમ્પમાં 96 ઓપરેશન તેમજ 13 માર્ચના 205 નંબરના કેમ્પમાં 114 મફત ઓપરેશન કરાયાં હતાં. આ બંને કેમ્પમાં થયેલાં તમામ ઓપરેશનનો ખર્ચ દાતા સવિતાબહેન દ્વારા કરાયો હતો. ઉપરાંત દાતા સવિતાબહેને બે ડાયાલિસીસ મશીન પણ ભેટ આપ્યાં હતાં. આમ બે કેમ્પ અને બે ડાયાલિસીસ મશીન મળી કુલ રૂ. 25 લાખનું દાન અપાયું હતું.