ભુજઃ પોતાના પિતા સ્વ. નારણભાઈ વરસાણી અને માતા સ્વ. રતનબહેનના આત્મશ્રેયાર્થે મૂળ માધાપરના અને હાલ યુકે નિવાસી નયનાબહેન અને કાંતિલાલ ભુડિયા દ્વારા લાયન્સ હોસ્પિટલ ભુજમાં આંખના ત્રિદિવસીય દૃષ્ટિ સેવાકેમ્પમાં 97 દર્દીનાં ટાંકા વગરનાં સારા ફોલ્ડેબલ નેત્રમણિ (લેન્સ) સાથે ફ્રી ઓપરેશન કરાવાયાં હતાં.
આ પ્રસંગે દાતા પરિવારનાં નયનાબહેન અને કાંતિલાલ ભુડિયા, રેશમાબહેન ભુડિયા અને દીપકભાઈ ભુડિયા, રામજીભાઈ ગોરસિયા, જશુબહેન ગોરસિયા, રમાબહેન હીરાણી, રામુભાઈ હીરાણી, વેલીબાઈ કેરાઈ, સવજીભાઈ કેરાઈ, લક્ષ્મીબહેન વરસાણી, ગાવિંદભાઈ વરસાણી, વીરુબહેન ભુડિયા, નરેન્દ્રભાઈ ભુડિયા, રતનબહેન હાલાઈ, રાધાબહેન દબાસિયા ઉપસ્થિત રહ્યાં હતાં. લાયન્સ હોસ્પિટલ ભુજ આંખનાં ઓપરેશનનાં 200થી વધુ ઓપરેશન કેમ્પ પૂર્ણ કરી ચૂકી છે, જેમાં 41,000થી વધુ દર્દીનાં મોતિયા તેમજ વેલનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે. અમદાવાદના ડો. સચિન પટેલ કે જેઓ એક લાખથી વધુ દર્દીનાં ઓપરેશન કરી ચૂક્યાં છે, તેઓ આ ઓપરેશનો માટે હોસ્પિટલમાં અવિરત સેવા આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇનના સેક્રેટરી નરેશ દાવડાએ કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતાએ હોસ્પિટલની પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. ક્લબના શૈલેશ માણેક, શૈલેશ ઠક્કર, મનસુખ શાહ, ઉમેશ પાટડિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇના નર્મદાબહેન ઠાકરાણી તેમજ દર્દીઓના સગા અને ડાયાલિસીસ કરાવતા દર્દીઓનાં સગાં ઉપસ્થિત રહ્યાં હતાં.