રમકડાં-ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઇન ડ્રગ્સની ડિલિવરી

Wednesday 19th March 2025 05:54 EDT
 
 

અમદાવાદઃ તહેવારો પહેલાં ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધું છે. આ વખતે રૂ. 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડાં અને ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઇન મગાવાયું હતું. જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઇન મગાવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે.
ડાર્કવેબ અને વીપીએનથી મગાવાયું ડ્રગ્સ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઇન ડ્રગ્સ મગાવાતું હતું. જે સંદર્ભ ક્રાઇમબ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી રહી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમા શંકાસ્પદ કુરિયર આવ્યાની જાણ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને મળી હતી. આ અંગેની તપાસ કરતાં રમકડાં અને ખાદ્યપદાર્થની અંદર રૂ. 3.45 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે.


comments powered by Disqus