કેન્દ્ર સરકારે ઇસરોના ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન દ્વારા ઇસરો જાપાનના સહયોગથી ચંદ્ર પર 250 કિલોનું રોવર મોકલી ચંદ્રની સપાટીનો પૂર્ણતયા અને બારીક અભ્યાસ કરશે.
• મહારાષ્ટ્રમાં શિવાજીના પ્રથમ મંદિરનું લોકાર્પણઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે થાણેના ભીવંડીમાં શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજના મંદિરનું લોકાર્પણ કર્યું. 56 ફૂટ ઊંચું આ મંદિર મહારાષ્ટ્રમાં શિવાજીનું સૌપ્રથમ મંદિર છે.
• ચીનના બદલે અમેરિકાની વસ્તુ વાપરવા કેન્દ્રની સલાહઃ 2 એપ્રિલથી અમેરિકા ભારત પર ટેરિફ વધારશે તો તેનાથી ભારતની નિકાસ પર પડનારી અસરોની ચિંતા કરતાં વાણિજ્ય મંત્રાલયે ભારતીય ઉદ્યોગોને ચીન અને અન્ય દેશોમાંથી આયાત ઘટાડી અમેરિકામાંથી આયાત વધારવાના પ્રયત્નો કરવા જણાવ્યું છે.
• અમૃતસરમાં ગ્રેનેડ બ્લાસ્ટ કરનારા 3 આતંકીની ધરપકડઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે મોડી રાત્રે ઠાકુરદાર મંદિરની બહાર બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો. બાઇક સવાર યુવકો દ્વારા કરાયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા 3 આતંકીની ધરપકડ કરાઈ છે. બ્લાસ્ટમાં આઇએસઆઇનો હાથ હોવાની આશંકા છે.