અમદાવાદઃ હાઇકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 4 વૃદ્ધ મહિલાઓને હાઇકોર્ટે અવમાનના બદલ દોષિત ઠેરવી છે અને તેમને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, આરોપીઓની ઉંમરને ધ્યાનમાં લઈને તેમને જેલમાં મોકલવાની સજા આપતા નથી, પરંતુ ઉંમરના કારણે તેમને સજાથી રાહત આપી શકાય નહીં. કોર્ટમાં પેન્ડિંગ રૂ. 12 કરોડની મિલકતના વિવાદમાં હાઇકોર્ટે સ્ટેટસ ક્વો જાળવી રાખવા આદેશ કરવા છતાં ચારેય સિનિયર સિટીઝન મહિલાએ વિવાદિત જમીનનો સેલડીડ બનાવીને અન્યને વેચી દેવાની કાર્યવાહી કરી હતી. જમીન વેચવાની કામગીરી પર હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં 65, 70, 81 અને 83 વર્ષની સિનિયર સિટીઝન મહિલાઓએ મિલકતનો સેલડીડ બનાવીને 4 કરોડ 15 લાખ મેળવી લીધા હતા.
આ કેસમાં જમીનના મૂળ માલિકો દ્વારા કોર્ટના તિરસ્કારની અરજી કરાઈ હતી.