સુરતના ઓલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હોળિકાદહન બાદ તેની પ્રદક્ષિણા કરી અંગારા પર ચાલવાની પ્રથા છે. વર્ષો જૂની પરંપરાને આગળ વધારતાં દરવર્ષની જેમ આ વર્ષે પણ આખા ગામે હોળીમાતાને પ્રગટાવી પૂજા-અર્ચના કરી હતી. જે બાદ ભભૂકતી આગ નજીક એકત્રિત થઈ અંગારાને ખુલ્લી જગ્યા પર પાથરી પરંપરા મુજબ ભક્તો તેના પર ચાલ્યા હતા. વર્ષોની પરંપરા દરમિયાન આજદિન સુધી કોઈપણ દાઝવાની કે જાનહાનિ ઘટના નોંધાઈ નથી.