ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં પ્રવાસનની સાથે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. પશ્ચિમ કચ્છમાં રેલવે સુવિધાનો અભાવ છે, ત્યારે ઔદ્યોગિક પરિવહન અને ગ્રામીણ વિસ્તારોને ધમધમતા કરવા કેન્દ્ર સરકાર દ્વારા રેલવે પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. ગત ઓગસ્ટ મહિનામાં સૂચિત પ્રોજેક્ટ માટે કેન્દ્રીય કેબિનેટમાં રજૂ કરાયેલા પ્રસ્તાવને વડાપ્રધાન દ્વારા મંજુરી અપાઈ અને હવે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી અપાઈ છે. રૂ. 3375 કરોડના ખર્ચે 194 કિલોમીટરની 4 રેલવેલાઇન પાથરવામાં આવશે.

