જામનગરમાં તંદુરસ્ત લોકોમાં સ્ટેન્ટ મૂકી કૌભાંડ

Wednesday 19th November 2025 05:01 EST
 
 

જામનગરઃ અમદાવાદના ખ્યાતિકાંડ જેવી ઘટના જામનગરમાં બની, જેમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડો. પાર્શ્વ વોરાએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PM-JAY)માં 800થી વધુ દર્દીની સારવાર કરી હતી. આ દર્દીઓ પૈકી 105થી વધુ એવા દર્દી હતા, જેમને જરૂર ન હોવા છતાં હૃદયની સર્જરી કરી હતી, જેના માટે અત્યાર સુધી રૂ. 6 કરોડનાં બિલ મૂક્યા છે.
આ પ્રકરણમાં તેણે પરિવારના સભ્યોનો પણ ઉપયોગ કર્યો હોવાની જાણકારી છે. યોજનાના નામે ચાલતા આ કૌભાંડમાં નામ સામે આવતાં હોસ્પિટલને રૂ. 6 લાખનો દંડ ફટકારી સસ્પેન્ડ કરાઈ છે. સાથે સાથે કાર્ડિયોલોજિસ્ટ તબીબ પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે.


comments powered by Disqus