ભત્રીજા સાથે પ્રેમસંબંધમાં પડેલી પત્નીને લમણે ગોળી મારી પતિનો આપઘાત

Wednesday 19th November 2025 05:00 EST
 
 

રાજકોટઃ જામનગર રોડ પર નાગેશ્વરમાં ભવાનીચોક ખાતે રહેતાં 39 વર્ષીય તૃષાબહેન પઢિયારનો કૌટુંબિક ભત્રીજા વિશાલ સાથે પ્રેમ ખૂનમાં પરિણમ્યો. દોઢેક મહિના પહેલાં તૃષાબેનના પતિ લાલજીભાઈ પઢિયારે બંને કાકી-ભત્રીજાને રંગેહાથ પકડતાં તૃષાબેન પતિને છોડીને બહેનપણી સાથે રહેવા જતી રહી હતી. સમાધાન થતું ન હોઈ રોષે ભરાયેલા લાલજીભાઈએ શનિવારે પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરી નાંખી હતી અને  પછી પોતાના લમણામાં ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો.


comments powered by Disqus