નવી દિલ્હી તા. 1૭ઃ ઓઈલ ભારતની સરકારી કંપનીઓએ 2024માં અમેરિકા પાસેથી એલપીજીની આવાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે, જે અમેરિકા પાસેથી ઊર્જાની ખરીદી વધારવાના નવી દિલ્હીના પ્રયાસોનો સંકેત આપે છે. અમેરિકાએ જંગી ટેરિફ લગાવ્યા બાદ બન્ને દેશ વચ્ચે પ્રથમ સોદો છે અને આ સોદા હેઠળ ભારતે જરૂરિયાતનો 10 ટકા LPGનો હિસ્સો અમેરિકા પાસેથી ખરીદવા કરાર કર્યો છે. આ પગલાંને અમેરિકા સાથે ભારતના વ્યાપાર વિવાદને ઘટાડવાના પ્રયાસના રૂપમાં જોવામાં આવે છે. સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ભારતની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ કોન્ટ્રાકટ વર્ષ 2029 માટે અમેરિકામાંથી 22 લાખ ટન LPGની આયાત કરવા માટે એક સાલનો કોન્ટ્રાક્ટ કર્યો છે.

