રાજકોટમાં રૂ. 2.10 કરોડની રેન્જ રોવર કાર બળદથી ખેંચી અનોખો વિરોધ

Wednesday 19th November 2025 05:01 EST
 
 

રાજકોટઃ ઉદ્યોગકાર એભલભાઈ જળુએ પોતાની રૂ .2.10 કરોડની રેન્જરોવર લક્ઝરી કારને બળદ વડે ખેંચીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમણે અઢી વર્ષ પહેલાં આ કાર ખરીદી હતી. કારના ફૂટસ્ટેપમાં કાયમી ખામી સર્જાતાં તેઓ કંટાળી ગયા હતા અને કંપનીનું ધ્યાન દોરવા પગલું ભર્યું હતું. એભલભાઈ જળુએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, કાર ખરીદી ત્યારથી જ ફૂટસ્ટેપ ન ખૂલવાની સમસ્યા હતી. અત્યાર સુધી તેમણે કારને 17 વખત સર્વિસ માટે મોકલી છે. છેલ્લા અઢી મહિનાથી કાર શોરૂમ બહાર પડી છે, છતાં કંપની તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી, જેના કારણે ત્રાસી જઈને તેમને આ કાર્યક્રમ કરવો પડ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, રેન્જરોવર ઊંચી કાર હોવાથી ફૂટસ્ટેપ વગર તેમાં ચડવું-ઉતરવું મુશ્કેલ છે. પરિણામે તેમને કારમાં ચડવા-ઉતરવા માટે પાટલો સાથે રાખવો પડે છે. ખાસ કરીને મહિલાઓને હેરાનગતિ થાય છે. આ પરેશાની અંગે કંપનીમાં વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.


comments powered by Disqus