રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હંમેશાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતા આવ્યા છે. તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલે સ્થાનિક ખેડૂત રતિલાલ વસાવાના ઘરને ‘રાજભવન’ બનાવ્યું હતું. અહીં તેમણે બળદગાડું હાંકવાનો, હળ ચલાવવાનો અને દૂધ દોહવાનો અનુભવ મેળવ્યો હતો. માટી સાથેનું જોડાણ કદાચ એ જ સમજી શકે, જે મૂળ સાથે જીવ્યા હોય. આ જોડાણ રાજ્યપાલના વર્તનમાં જોવા મળ્યું હતું.

