સુરતઃ દેશમાં સૌ પહેલાં વંદેભારત સ્લીપર ટ્રેન દોડાવવા માટેનો ટ્રાયલ સફળ રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા અમદાવાદથી મુંબઈ વચ્ચે વંદેભારત સ્લીપર ટ્રેન દોડાવાઈ. ટ્રેન અમદાવાદથી મુંબઈ 4 જ કલાકમાં પહોંચી હતી, તેમાં પણ અમદાવાદથી સુરત બે કલાકમાં આવી હતી. 130ની ગતિએ સમગ્ર રૂટ પર ટ્રેન દોડાવાયા બાદ પણ ટ્રેક કે ટ્રેનને કોઈ સમસ્યા ન આવવાથી આગામી દિવસોમાં કોઈપણ બે સ્ટેશન વચ્ચે વંદેભારત સ્લીપર ટ્રેન દોડાવવાની જાહેરાત કરાશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સવારે 9:20 વાગ્યે અમદાવાદથી રવાના થઈ સુરત ખાતે સવારે 11:20 વાગ્યે અને મુંબઈ બપોરે 1:30 વાગ્યે પહોંચી હતી.

