વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેડિયાપાડાની મુલાકાત વેળા સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસી સમાજનાં કુળદેવી પાંડુરી માતાજીના મંદિરે દર્શન કરીને હિજારી પૂજન કર્યું હતું અને માતાજીને ઘરેણાં, ચાંદીની ચેઇન સહિતનો શણગાર ચઢાવ્યો હતો. મંદિર ટ્રસ્ટે વડાપ્રધાનને આદિવાસી પાઘડી અને ચાંદીનું કડું પહેરાવી આવકાર્યા હતા. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003માં ડેડિયાપાડાથી કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભ વેળા દેવમોગરાની મુલાકાત લીધી હતી.

