નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમનું નવું અને અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ વર્ઝન 2.0 (પીએસપી વી2.0), ગ્લોબલ પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0 (જીપીએસપી વી2.0), અને ઈ- પાસપોર્ટનો સમાવેશ થાય છે. આ સેવા ભારતીય નાગરિકો અને વિદેશમાં રહેતા ભારતીયો બંને માટે ઉપલબ્ધ છે. વધુમાં હવેથી જારી કરાયેલા તમામ પાસપોર્ટ ઈ- પાસપોર્ટ હશે. પીએસપી વી 2.0 26 મે 2025એ દેશભરમાં તમામ 37 પાસપોર્ટ ઓફિસો, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 450 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં લાગુ કરાયું હતું. ત્યારબાદ 28 ઓક્ટોબરે ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટમાં જીપીએસપી વી2.0 લોન્ચ કરાયું હતું. આ સેવા પ્રક્રિયાને પારદર્શક, ઝડપી અને અનુકૂળ બનાવશે. જે ત્વરિત સ્કેન કરતાં સમયની બચત થશે.

