ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં 13 ઓગસ્ટે બુધવારે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતોને 10 કલાક વીજળી ઉપલબ્ધ કરાવાઈ છે, જેમાં 8.8 કરોડ યુનિટ વીજળીનો ઉપયોગ થયો છે. મહેસાણા જિલ્લામાં પણ ખેડૂતોને હવે 10 કલાક વીજપુરવઠો અપાશે. ખેડૂતોને વધારે વીજળી મળતાં તેમને મળતા પાકમાં વધારાની સાથે પિયતનું પાણી મળવામાં સરળતા રહેશે.