અમદાવાદઃ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ બુધવારે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારતની બીડને સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM)માં મંજૂરી આપી દીધી. ભારતે માર્ચમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ સમિટનું આયોજન કર્યું હતું.
હવે ભારતે 31 ઓગસ્ટ સુધીમાં ફાઇનલ બીડિંગ સમિટ સબમિટ કરવાનો રહેશે. કેનેડાએ પોતાનું નામ પાછું ખેંચી લેતાં ભારતની આ ઇવેન્ટનું આયોજન કરવાની શક્યતા વધી ગઈ છે. થોડા દિવસો પહેલાં કોમનવેલ્થ ગેમ્સની એક ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી, જેમાં ગેમ્સ ડિરેક્ટર ડેરેન હોલ પણ સામેલ હતા.
આ મહિનાના અંતમાં વધુ એક કોમનવેલ્થ ગેમ્સનું પ્રતિનિધિમંડળ અમદાવાદની મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત પછી નવેમ્બરના અંતમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બ્લી યજમાન દેશ નક્કી કરશે. અગાઉ ભારતે 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ
પણ કહ્યું હતું
ગયા અઠવાડિયે કોમનવેલ્થના સિનિયર ઓફિશિયલ્સ આવ્યા હતા, જેમણે આપણાં સ્ટેડિયમ સહિતનાં સ્પોર્ટ્સ સંકુલોનું નિરીક્ષણ કર્યું હતું. એક પ્રોસિઝર પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે, એટલે આવનારા દિવસોમાં બીડિંગની પ્રોસેસ એ જ પ્રકારે ચાલી રહી છે.

