સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે ચોથી વખત 3 સપ્ટેમ્બર સુધી ફરી જામીન આપ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટના નિર્દેશ પર સોમવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરાવાયો. આ વખતે આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરી હતી.

