અમદાવાદઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના પુત્ર અને ભાવિ આચાર્ય વજેન્દ્રપ્રસાદે તેની પત્ની સહિત સાસરિયાં સામે કેટલાક આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાવિ આચાર્ય વજેન્દ્રપ્રસાદ પાંડેએ તેમની જ પત્ની પર આક્ષેપ લગાવ્યો છે કે પત્નીને સ્ત્રી સાથે સંબંધોમાં વધુ રસ છે. વજેન્દ્રપ્રસાદે આરોપ લગાવ્યો કે હનિમૂન માટે બાલી ગયા હતા ત્યારે તેમની પત્નીએ સફેદ પાવડર જેવું કેફી દ્રવ્ય પીવડાવ્યું હતું. આ સિવાય વિવિધ બહાનાં હેઠળ પત્નીએ રૂ. 11 લાખ પડાવીને રૂ. 100 કરોડની માગણી કરી છે. ઘાટલોડિયા પોલીસે મહિલા સહિત 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કેવી રીતે થયાં હતાં લગ્ન?
વજેન્દ્રપ્રસાદના દાદા તેજેન્દ્રપ્રસાદ પાંડેની નારણપુરાના સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાતે ઉત્તરપ્રદેશના બ્રહ્મસમાજના પ્રમુખ શશિકાંત તિવારી સાથે ઓળખ થઈ હતી.
શશિકાંતે તેમના ઓળખીતા અજય શુક્લાની દીકરી અવંતિકા સાથે વજેન્દ્રપ્રસાદના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાદ પરિવારની સહમતીથી વર્ષ 2024માં પ્રયાગરાજ ખાતે વજેન્દ્રપ્રસાદ અને અવંતિકાની સગાઈ થઈ હતી અને ત્રણ માસ બાદ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ વજેન્દ્રપ્રસાદ બાલી ખાતે હનિમૂન કરવા ગયા હતા. પત્ની અવંતિકાના કહેવાથી રૂમમાં જમવાનું મગાવ્યા બાદ તેમની તબિયત લથડી
હતી અને બીજા દિવસે અસ્વસ્થ અવસ્થામાં ઊઠ્યા હતા.

