બિલિમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં રવિવારે રાત્રે 50 ફૂટ ઊંચી રાઇડ અચાનક તૂટી પડતાં તેમાં સવાર અંદાજે 10 પૈકી 5 લોકો ઘવાયા હતા, જેમને સારવારઅર્થે ખસેડાયા હતા. રાઇડ ઓપરેટરની ગંભીર હાલત હોવાથી તેને સુરતની હોસ્પિટલમાં રિફર કરાયો છે.