રાપર: નવી દિલ્હી ખાતે 13થી 17 ઓગસ્ટના 5 દિવસીય કાર્યક્રમ અને સ્વાતંત્ર્યદિનની ઉજવણી અંતર્ગત કચ્છ સરહદ પર આવેલા બાલાસર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચને દિલ્હી જવા આમંત્રણ મળ્યું હતું. સરપંચ જમણીબહેન રામભાઈ ચૌહાણે જિલ્લા આયોજન અધિકારી સાથે નવી દિલ્હી લાલકિલ્લા ખાતે આયોજિત દેશની સરહદ પર આવેલા રાજ્યોના સરપંચોના સન્માન સમારોહમાં હાજરી આપી.

