ભરૂચઃ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની પ્રશંસા કરી છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન મોદીના નેતૃત્વની તેમણે ખૂબ પ્રશંસા કરી છે. ફૈઝલ પટેલે કહ્યું કે, મોદીએ દેશને મોટા સંકટથી બહાર કાઢ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, રક્ષામંત્રી રાજનાથ સિંહની પણ તેણે પ્રશંસા કરી છે.
ફૈઝલ પટેલે જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકાર જે રીતે કામ કરી રહી છે તે ઉત્તમ છે. સશસ્ત્ર દળોએ મહાન કાર્ય કર્યું છે અને વડાપ્રધાન મોદીએ શાનદાર નેતૃત્વ દર્શાવ્યું છે.’ ફૈઝલની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી ઓપરેશન સિંદૂરને લઈને મોદી સરકાર પર આક્ષેપ કરી રહી છે.

