નવી દિલ્હીઃ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી-જેપીએલ-અને ઇસરો દ્વારા હાથ ધરાયેલા નિસાર મિશનના ભાગરૂપે વિશ્વનો સૌથી મોટો રડાર એન્ટેના 430 માઇલ ઊંચાઈએ અવકાશમાં સફળતાપૂર્વક ગોઠવાયો છે. 33 ફૂટનું આ રડાર એન્ટેના વાદળાં અને અંધકારને ભેદી હાઈ રેઝોલ્યુશન ઈમેજીસ ઝડપી જળવાયુ પરિવર્તન અને કુદરતી આફતો વિશે મહત્ત્વનો ડેટા પૂરો પાડશે. ઓપન ડેટા એક્સેસને કારણે સમગ્ર વિશ્વને તેનો લાભ મળશે. નિસાર સેટેલાઇટને ડ્યુઅલ ફ્રિકવન્સી, એલ અને એસ બેન્ડ સિન્થેટિક અપર્ચર રડારથી સજ્જ છે. આ સિસ્ટમ દ્વારા સેટેલાઈટ પૃથ્વીની સપાટી પર થતાં ફેરફારોને ચોકસાઈપૂર્વક નોંધી શકાય છે. અગાઉના સેટેલાઇટમાં હવામાન અને પ્રકાશ યોગ્ય ન હોય તો કામગીરી ખોરવાતી હતી. તેની સામે નિસાર વિશ્વસનીય છે

