સુરતઃ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્યદિને સુરત શહેરને અનેરી ભેટ મળી છે. સુરતના રામનગરમાં આવેલા મહોલ્લાને 'હિન્દુસ્તાની મહોલ્લો' નામ અપાયું છે, જે પહેલાં ‘પાકિસ્તાની મહોલ્લા’ તરીકે ઓળખાતો હતો. વર્ષ 2018માં પાલિકાના ચોપડે આ મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કરાયું હતું. જો કે ત્યારબાદ ગુરુવારે નવા નામકરણની તખ્તીનું અનાવરણ થયું હોઈ સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

