સુરતઃ સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના માલિકે 17 ઓગસ્ટે રવિવારે રાત્રે પોતાની જ ડી.કે. સન્સ કંપનીમાં રૂ. 32.60 કરોડના હીરાની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. જો કે પોલીસે 24 કલાકમાં જ કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હોવાનું પકડી પાડ્યું હતું. દેવેન્દ્રકુમાર ચૌધરી ઉર્ફે ડી.કે. મારવાડીએ દેવું વધી જતાં વીમો પકવવા ચોરીનું આ તરકટ રચ્યું હતું. જેના દ્વારા તે ઇન્શ્યોરન્સ પાસ કરાવવાની ફિરાકમાં હતો.

