10 માળ અને 11,780 ટનનું વૈભવી જહાજ અલંગ પહોંચ્યું

Wednesday 21st May 2025 06:18 EDT
 
 

અલંગ શિપ બ્રેકિંગયાર્ડમાં એક વૈભવી ક્રૂઝ શિપ ભંગાણ માટે આવ્યું છે. ગુરુવારે સાંજે તે લાંગરાયું હતું. 1980માં બનેલા આ શિપમાં 10 માળ છે અને તેનું વજન 11,780 ટન છે. સૌપ્રથમ આ કૂઝ શિપનું નામ વાઇકિંગ સાગા હતું, જે બાદ અનેક વખત તેનાં નામ બદલવામાં આવ્યાં હતાં. છેલ્લે આ ક્રૂઝ શિપનું નામ સનબ્રાઇટ રખાયું હતું. 1990માં આ શિપમાં આગ લાગી હતી, તે પછી ફિનલેન્ડ ખાતે તે નવેસરથી બાંધવામાં આવ્યું હતું અને 1992માં ફરી તરતું મુકાયું હતું. 1994માં તે અંશતઃ ડૂબી ગયું હતું. બાદમાં તેનું સમારકામ કરાયું હતું.


comments powered by Disqus