અનોખું મંદિરઃ ગર્ભગૃહમાં માતાને બેસાડી થાય છે ચરણપૂજા

Wednesday 21st May 2025 06:17 EDT
 
 

પાલનપુરઃ બનાસકાંઠાના આકોલી ગામે એક અનોખા ‘મા’ના મંદિરનું નિર્માણ કરાયું છે. ડેપ્યુટી ડીડીઓ સુદીપકુમાર વાલાણીએ પોતાની માતાની યાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિરમાં વાલાણી પરિવારનાં માતા-પિતા અને વડવાની મૂર્તિની સ્થાપના કરાઈ છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં કોઈ મૂર્તિ નથી, પરંતુ લોકો પોતાનાં માતા-પિતાને ત્યાં બેસાડીને પગ ધોઈને પૂજા કરે છે.
આવો વિચાર કેમ આવ્યો?
ડીડીઓ સુદીપકુમારે કહ્યું કે, આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે જે માતૃની આરાધના માટે બન્યું છે. આપણા પુરાણોમાં કહ્યું છે કે, પહેલી પૂજા માતા-પિતાની કરવી જોઈએ, આ કારણથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘માતૃ-પિતૃ દેવો ભવઃ’ આ કહેવતને સાર્થક કરવા રૂ. 40 લાખના ખર્ચે મંદિર તૈયાર કરાયું છે.


comments powered by Disqus