અફીણનું લાઇસન્સ આપો, નહિતર સુરેન્દ્રનગરની બેઠક જીતવા નહીં દઈએ

Wednesday 21st May 2025 06:19 EDT
 
 

અમદાવાદઃ રાજ્ય સરકાર એક બાજુ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું દૂષણ નાથવા ખાસ અભિયાન ચલાવી રહી છે, તો બીજી બાજુ ભાજપના ધારાસભ્ય અફીણના નશાને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલું જ નહીં ખુદ ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે જ નશાના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવાની શીખ આપી અફીણના લાઇસન્સની માગ કરી છે. સાથેસાથે જાહેરમાં એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો રાજ્ય સરકાર અફીણનું લાઇસન્સ નહીં આપે તો સુરેન્દ્રનગરની બેઠક ભાજપને જીતવા નહીં દઈએ. ભાજપ સરકારના દાવા છતાં વાસ્તવિકતા એ છે કે, આજે યુવા પેઢી નશાનો શિકાર બની છે, ત્યારે ભાજપ ધારાસભ્યનું નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.


comments powered by Disqus