અમદાવાદઃ ગુજરાતમાં નૈઋૃત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવના છે. 22થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. હાલના સમયે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વધુ મજબૂત બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાઇક્લોન એટલે કે વાવાઝોડાનું રૂપ પણ લઈ શકે છે. જેના પગલે 22 મે સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે.