ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે નલિયા એરબેઝની મુલાકાત લીધી

Wednesday 21st May 2025 06:19 EDT
 
 

ભુજઃ દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે તાજેતરમાં ભુજ એરબેઝની મુલાકાત લઈ જવાનોના શૌર્યને બિરદાવ્યું હતું. સોમવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લઈ સશસ્ત્ર દળોની બહાદુરી અને ક્ષમતાની પ્રશંસા કરી હતી.
સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માન્યો
અનિલ ચૌહાણે સ્થાનિક વહીવટીતંત્રનો પણ સહયોગ બદલ આભાર માન્યો અને આવી સ્થિતિમાં લશ્કરી-નાગરિક સંકલનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સૈનિકો સાથે વાતચીત કરતી વખતે તેમણે નવા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ઓપરેશનલ તૈયારી અને સુગમતાના મહત્ત્વ પર ભાર મૂક્યો.


comments powered by Disqus