મહેસાણાઃ દહેગામમાં બીઝેડ ફાઇનાન્સ કંપનીના ઓથા હેઠળ પોન્ઝી સ્કીમ શરૂ કરી રોકાણકારોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની 3 જિલ્લામાં 32 મિલકતો ટાંચમાં લેવા માટે સીઆઇડી ક્રાઇમબ્રાન્ચે તજવીજ શરૂ કરી છે. સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યા બાદ ગૃહવિભાગે કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી ભૂપેન્દ્રસિંહની સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરની 32 મિલકત ટાંચમાં લઈ કાર્યવાહી પૂર્ણ કરી અમદાવાદની મિરઝાપુર સ્થિત ડેઝિગ્નેટેડ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો છે. ગુજરાત તથા અન્ય રાજ્યમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, બીઝેડ ઇન્ટનેશનલ બ્રોકિંગ પ્રા. લિ. બીઝેડ ટ્રેડર્સ, બીઝેડ પ્રોફિટ પ્લસ એડવાઇઝર્સ નામની અલગ-અલગ કંપની ખોલી રોકાણકારોના કરોડો રૂપિયા પડાવાયા હતા.