નવી દિલ્હીઃ હોંગકોંગ અને સિંગાપોરમાં કોવિડના વધતા કેસોને કારણે ડીજીએચએસ દ્વારા સોમવારે એક રિવ્યૂ મીટિંગ યોજાઈ હતી. હાલમાં દેશમાં 257 કેસ છે, પરંતુ તે તમામ હળવા અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી તેવા કેસ છે એટલે કે સ્થિતિ કાબૂમાં છે. ડીજીએચએસ દ્વારા બોલાવાયેલી મીટિંગમાં એનસીડીસી, ઈએમઆર, આઈસીએમઆર તથા કેન્દ્રીય હોસ્પિટલના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તેઓ સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે.