વડોદરાઃ 18 જાન્યુઆરી 2024એ હરણી બોટકાંડની ઘટનામાં 12 માસૂમ બાળકો સહિત 14 લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાના પીડિતો હજુ ન્યાય માટે ઝંખી રહ્યા છે. હવે પીડિતો પૈકી એક પરિવારને ન્યાય તો દૂર પણ ઘર ખાલી કરવાની નોટિસ મળી ચૂકી છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મહિલાની રજૂઆત
વડોદરામાં વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ હરણી બોટકાંડમાં બાળકો ગુમાવનારી બે મહિલાએ બોટકાંડ મુદ્દે ઉગ્ર રજૂઆત કરીને ન્યાયની માગ કરી હતી. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ દ્વારા બંને મહિલાઓને બહાર લઈ જવાઈ હતી અને બંને મહિલા અને તેમના પતિની અટકાયત પણ કરી હતી.
પીડિતાને ઘર ખાલી કરવાની નોટિસ મળી
વડોદરામાં પાણીગેટ નજીકના વિસ્તારમાં રહેતા 200 જેટલા લોકોને દબાણની નોટિસ મળી છે, જેમાં હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારાં સરલા શિંદેને પણ ઘર ખાલી કરવાની નોટિસ આપી છે. તેઓને મકાનના પુરાવા રજૂ કરવાની મુદ્દત અપાઈ છે.