ભાવનગર જિલ્લામાં 20 સભ્યોનો સિંહનો સૌથી મોટો પરિવાર

Wednesday 21st May 2025 06:18 EDT
 
 

ભાવનગરઃ પાલિતાણા નજીકના રાજસ્થળી- વીડી વિસ્તારમાં વનવિભાગ દ્વારા સિંહની ગણતરી દરમિયાન 20 સભ્યનો સિંહનો સૌથી મોટો પરિવાર વસવાટ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે નાયબ વનસંરક્ષકે જણાવ્યું હતું કે, આ સિંહના પરિવારમાં બે પુખ્ત સિંહ, 6 સિંહણ અને 12 બચ્ચાંનો સમાવેશ થાય છે. આ બચ્ચાં ત્રણ માસથી એક વર્ષનાં હોવાનું અનુમાન છે.


comments powered by Disqus