પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશના સંભલ વિવાદોમાં આવેલી મસ્જિદનો સરવે કરવાની છૂટ આપતાં કોર્ટના આદેશ સામે મસ્જિદ કમિટીએ અલાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવાઈ છે. હાઇકોર્ટે મસ્જિદ કમિટીની અરજી ફગાવતાં કહ્યું હતું કે, સરવે માટે કમિશનરને નિમવાનો આદેશ વાંધાજનક નથી જણાતો. અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે અગાઉ પોતાના આદેશને અનામત રાખ્યો હતો. આ પહેલાં સંભલની કોર્ટ દ્વારા મસ્જિદના સરવેની છૂટ આપતો આદેશ કરાયો હતો. મસ્જિદ કમિટીએ આ આદેશની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.